Saarthak Prakashan

Saarthak Prakashan Founded By 3 Gujarati Writers-Journalists Dipak Soliya, Urvish Kothari & Dhaivat Trivedi, Saarthak i

’ન્યૂઝહન્ટ’ પર ’સરદારઃસાચો માણસ, સાચી વાત’ની ઇ-બુક ફક્ત રૂ.૧૩૦માં ડાઉનલોડ કરી શકાય છે. (ઓફર કદાચ આજના દિવસ પૂરતી જ હશે.)
26/05/2015

’ન્યૂઝહન્ટ’ પર ’સરદારઃસાચો માણસ, સાચી વાત’ની ઇ-બુક ફક્ત રૂ.૧૩૦માં ડાઉનલોડ કરી શકાય છે. (ઓફર કદાચ આજના દિવસ પૂરતી જ હશે.)

સંશોધક ઉર્વીશ કોઠારી દ્વારા સરદાર વલ્લભભાઇનો એક નવો જ પરિચય આ પુસ્તક રજૂ કરે છે. સરદારના જીવન અને કાર્યો પર અનેક પુસ્તકો પ્રકાશિત થઈ ચૂક્યા છતાં, આ પુસ્તક વાંચવું એટલે જરૂરી છે કેમ કે, અહી લેખકે સમગ્ર જીવન પર પ્રકાશ પાડવાના સ્થાને તેમના જીવનના કેટલાક પાસાઓ નો જ એક ઊંડાણ પૂર્વકનો અભ્યાસ રજૂ કરેલ છે અ…

હિંદી ફિલ્મના નવ ગીતકારોના જીવન-સર્જન વિશે રસાળ વિગતો, તસવીરો અને ગીતોની યાદી ધરાવતું  Salil Dalal લિખિત પુસ્તક ’ગાતા રહ...
26/05/2015

હિંદી ફિલ્મના નવ ગીતકારોના જીવન-સર્જન વિશે રસાળ વિગતો, તસવીરો અને ગીતોની યાદી ધરાવતું Salil Dalal લિખિત પુસ્તક ’ગાતા રહે મેરા દિલ’ (સાર્થક પ્રકાશન)
ન્યૂઝહન્ટ પર ઇ-બુક તરીકે ફક્ત રૂ.૨૦માં

જાણીતા કટાર લેખક સલિલ દલાલ દ્વારા ફિલ્મ સંગીતના નવ જાણીતા ગીતકારોને આપેલ એક હ્રદયપૂર્વકની અંજલિ… તેઓના જીવનની સૂક્ષ્મ સંવેદનાઓને પુસ્તક દ્વારા તેમના ચાહકો સુધી પહોંચાડવાનું કામ સલિલભાઈ દ્વારા સુંદર રીતે પાર પાડવામાં આવ્યું છે.

કે.કે. (કૃષ્ણકાંત) લિખિત, બીરેન કોઠારી સંપાદિત ફિલ્મી સંભારણાં અને દુર્લભ તસવીરો ધરાવતા પુસ્તક ’ગુઝરા હુઆ ઝમાના’ની ઇ-કોપ...
26/05/2015

કે.કે. (કૃષ્ણકાંત) લિખિત, બીરેન કોઠારી સંપાદિત ફિલ્મી સંભારણાં અને દુર્લભ તસવીરો ધરાવતા પુસ્તક ’ગુઝરા હુઆ ઝમાના’ની ઇ-કોપી

ન્યૂઝહન્ટ પર ફક્ત રૂ. ૨૩માં.

ઇતિહાસદૃષ્ટિ કે અધિકૃત દસ્તાવેજીકરણનો મહિમા આપણે ત્યાં ઓછો છે. એમાં પણ ફિલ્મક્ષેત્રે તો લગભગ ઉદાસીનતા જ છે એમ કહી શકાય. એ સંજોગોમાં ‘ગુઝરા હુઆ ઝમાના’ નું સ્થાન અનોખું અને આગવું બની રહે છે. ૨૯૦ પાનાંની સમૃદ્ધ વાચનસામગ્રી અને ૯૦ જેટલી દુર્લભ શ્વેતશ્યામ તસવીરોથી શોભતા આ પુસ્તકને વાચનપ્રેમીઓએ એ હદે વધાવ…

’સાર્થક જલસો-૪’ આવતી કાલથી અમદાવાદ પુસ્તકમેળામાં સ્ટોલ નં. ૧૬૧ પર મળશે. સાર્થકની વેબસાઇટ પરથી જલસો ખરીદવા માટે આ લિન્ક પ...
30/04/2015

’સાર્થક જલસો-૪’ આવતી કાલથી અમદાવાદ પુસ્તકમેળામાં સ્ટોલ નં. ૧૬૧ પર મળશે.
સાર્થકની વેબસાઇટ પરથી જલસો ખરીદવા માટે આ લિન્ક પર ક્લિક કરો.
https://www.instamojo.com/saarthakprakashan/--61a6d/

નગેન્દ્ર વિજયની સિત્તેરમી વર્ષગાંઠ -15-12-2014- પ્રસંગેનગેન્દ્ર વિજયના ચાહકોને જલસો પડી જાય એવું સાર્થક સંવાદશ્રેણીનું પ...
17/12/2014

નગેન્દ્ર વિજયની સિત્તેરમી વર્ષગાંઠ -15-12-2014- પ્રસંગે
નગેન્દ્ર વિજયના ચાહકોને જલસો પડી જાય એવું
સાર્થક સંવાદશ્રેણીનું પહેલું પુસ્તક...

નગેન્દ્ર વિજય
(ઉર્વીશ કોઠારી દ્વારા લેવાયેલા ઇન્ટરવ્યુ)

’સાર્થક જલસો’માં પ્રગટ થયેલા ઇન્ટરવ્યુમાં બીજા ઘણા ઉમેરા, તસવીરો અને નગેન્દ્ર વિજયના જીવનનો તેમના જ શબ્દોમાં આલેખ.

સાઇઝઃ 5.5” x 5.5”
પાનાં 96
કિંમતઃ ` 90

પુસ્તક ઓનલાઇન ઉપરાંત કેશ ઓન ડિલીવરીથી પણ મેળવવા માટે http://www.gujaratibookshelf.com/index_detail.php?bookn=6649

પુસ્તક ઓનલાઇન ઓર્ડર કરવા માટે http://saarthakprakashan.com

14/12/2014

આવી રહ્યું છે...

’સાર્થક’નું નવું પુસ્તક--આવતી કાલે

અત્યારે આટલું જ. કારણ કે વધારે પેપર ફોડી શકાય એમ નથી :-)

દુષ્યન્ત કુમારની ગઝલો માણવાનો ઉત્સવ ~એક પત્થર તો તબિયત સે ઉછાલોં યારો... ***દીપક સોલિયાની નાની પણ રાઇના દાણા જેવી આ પુસ્...
03/12/2014

દુષ્યન્ત કુમારની ગઝલો માણવાનો ઉત્સવ ~

એક પત્થર તો તબિયત સે ઉછાલોં યારો...
***

દીપક સોલિયાની નાની પણ રાઇના દાણા જેવી આ પુસ્તિકા દુષ્યન્ત કુમારનો ઝડપી છતાં ઊંડો પરિચય મેળવવામાં ઉપયોગી બને એવી છે.

ભારતીય પ્રજાની કોમળથી માંડીને કાતિલ લાગણીઓને વાચા આપતી દુષ્યન્તના ગઝલોમાંથી વીણેલા શેર વિશે દીપક સોલિયાએ અહીં એવી રીતે વાત માંડી છે જાણે એક મિત્ર તમને કહી રહ્યો હોય કે બોસ, આ દુષ્યન્ત કુમાર એક મસ્ત સર્જક છે.

દુષ્યન્ત કુમારની ગઝલો ખળભળાવે પણ ખરી અને પંપાળે પણ ખરી. એ ઉશ્કેરણીજનક છતાં શાતાદાયક છે, ગંભીર ઉપરાંત રમતિયાળ છે, રોમેન્ટિક તેમ જ વાસ્તવવાદી છે. એમના વિશેની આ પુસ્તિકા પોતે પણ જેટલી ઠરેલ એટલી ઉત્સાહપ્રેરક છે.

રૂ.૫૦ની કિંમત ધરાવતી આ પુસ્તિકા અંગત વાચન ઉપરાંત, ગિફ્ટ તરીકે પણ તેની છાપેલી કિંમત કરતાં ક્યાંય વધારે મૂલ્યવાન અને ’રિચ’ છે. .

પુસ્તિકા http://saarthakprakashan.com/દુષ્યન્ત-કુમાર/ પરથી ખરીદી શકાય છે અને www.gujaratibookshelf.com પરથી પણ મંગાવી શકાય છે.

દુષ્યન્ત કુમારને માણવાનો  ઉત્સવનાની પણ રાઇના દાણા જેવી ’સાર્થક પ્રકાશન’ની આ પુસ્તિકા દુષ્યન્ત કુમારનો ઝડપી છતાં ઊંડો પરિ...
02/12/2014

દુષ્યન્ત કુમારને માણવાનો ઉત્સવ

નાની પણ રાઇના દાણા જેવી ’સાર્થક પ્રકાશન’ની આ પુસ્તિકા દુષ્યન્ત કુમારનો ઝડપી છતાં ઊંડો પરિચય મેળવવામાં ઉપયોગી બને એવી છે.

ભારતીય પ્રજાની કોમળથી માંડીને કાતિલ લાગણીઓને વાચા આપતી દુષ્યન્તના ગઝલોમાંથી વીણેલા શેર વિશે દીપક સોલિયાએ અહીં એવી રીતે વાત માંડી છે જાણે એક મિત્ર તમને કહી રહ્યો હોય કે બોસ, આ દુષ્યન્ત કુમાર એક મસ્ત સર્જક છે.

દુષ્યન્ત કુમારની ગઝલો ખળભળાવે પણ ખરી અને પંપાળે પણ ખરી. એ ઉશ્કેરણીજનક છતાં શાતાદાયક છે, ગંભીર ઉપરાંત રમતિયાળ છે, રોમેન્ટિક તેમ જ વાસ્તવવાદી છે. એમના વિશેની આ પુસ્તિકા પોતે પણ જેટલી ઠરેલ એટલી ઉત્સાહપ્રેરક છે.

પુસ્તિકા નીચેની લિન્ક પરથી ખરીદી શકાય છે. ઉપરાંત www.gujaratibookshelf.com પરથી મંગાવી શકાય છે. (કિંમત રૂ.૫૦)

http://saarthakprakashan.com/%E0%AA%A6%E0%AB%81%E0%AA%B7%E0%AB%8D%E0%AA%AF%E0%AA%A8%E0%AB%8D%E0%AA%A4-%E0%AA%95%E0%AB%81%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B0/

દુષ્યન્ત કુમાર દીપક સોલિયા તુ કિસી રેલ-સી ગુઝરતી હૈ મૈં કિસી પુલ-સા થરથરાતા હૂં મૈં જિસે ઓઢતા-બિછાતા હૂં વો ગઝલ આપકો સુનાતા હૂં ફક્ત ૪૨ વર્ષની ટૂંકી જિંદગીમાં સરળ છતાં ચોટદાર ગઝલો દ્વારા દુષ્યન્ત કુમારે એવું માતબર ખેડાણ કર્યું કે ગઝલના ખેતરમાં એમણે પાડેલા ચાસ આજે પણ તરોતાજા લાગે છે. તેમની ગઝલોમા…

કડક અભિપ્રાયો માટે જાણીતા મુ.જશવંત શેખડીવાળાનો ’સાર્થક જલસો’ -૩ (દિવાળી ૨૦૧૪) વિશેનો પત્ર ~
23/10/2014

કડક અભિપ્રાયો માટે જાણીતા મુ.જશવંત શેખડીવાળાનો ’સાર્થક જલસો’ -૩ (દિવાળી ૨૦૧૪) વિશેનો પત્ર ~

19/10/2014

’સાર્થક જલસો’ વિશે મનન ભટ્ટનો પ્રતિભાવ-- સાભાર
***

વૈવિધ્યથી આપોઆપ ગુણવત્તા સિદ્ધ થઇ જતી નથી. – સંપાદકીય (સાર્થક જલસો)

કોઈપણ ગુજરાતી મેગેઝીન પોતાના ત્રીજા અંકમાં જ આટલી બધી તાલાવેલી જગાવે એવું મેં તો મારી આ ૨૩ વરસ ની ઉંમર માં જોયું નથી. હા, સાંભળ્યું છે ખરું! જયારે ગુજરાતી ભાષા નામશેષ થઇ રહી છે અને એવી ચર્ચા ચાલતી હોય ત્યારે જુવાનીયાઓ ગુજરાતી મેગેઝીનનો ઇન્તેઝાર કરે એ જ ‘જલસો’ની ગુણવત્તા અને વૈવિધ્ય બંને દર્શાવે છે. ‘ગુજરાતીમાં ક્યાં કઈ જાણવા જેવું – માણવા જેવું લખાય જ છે’ એવી બોલનારાઓને બંધ કરવા માટે ‘સાર્થક જલસો’ જવાબ બની ને આવ્યો છે.

‘વાણીયા રોટી’ ઉર્ફે ખાખરા (વાનગી પ્રકાર: ‘ગુજરાતની અસ્મિતા’) ની વાત વાંચીને ખ્યાલ આવ્યો કે એક આવો વર્ગપણ છે જેણે ખાખરો ચાખ્યો તો શું જોયો પણ નહી હોય! લેખને વાંચીને ‘મજા પડી’ એમ તો ના કહી શકું પણ ‘સમજ’ પડી એમ કહી શકું. શું સમજ પડી એ નાં પૂછો તો જ સારું!

જોડે મંમી પાપા જોડે થી જાણવા મળ્યું કે એ દિવસોમાં વસ્તારી કુટુંબો માં આવું દ્રશ્ય સામાન્ય હતું.

આત્મહત્યા માટે મોટ્ટાભાગે સમાજ અને સમાજરચના જ વધુ જવાબદાર હોય છે. કાકા કાલેલકર નાં આ શબ્દો માં આ આખા લેખનો સાર આવી જાય છે. હજુ પણ સમાજરચના બદલાઈ નથી એનું દુઃખ સાથે જ આશ્ચર્ય પણ છે! હરિશ્ચંદ્ર સાથે મુલાકાત કરાવવા બદલ આભાર!

ઋતુલ જોશીએ ભોમિયા બનાવીને “સમાચાર વગરનો દેશ!” ભૂતાન બતાવ્યો! અને બધાં જ લેખ ‘ટોપના પેટનાં...” લાગ્યા... “અભરખા ક્યારેય પુરા નથી થતાં” માટે હજુ પણ સરસ ‘જલસો’ કરાવો આવતી દિવાળી એ એવી ઈચ્છા.. ફરીથી આભાર!

Address

3, Ramvan, 67, Nehru Park, Vastrapur
Ahmedabad
380015

Alerts

Be the first to know and let us send you an email when Saarthak Prakashan posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Saarthak Prakashan:

Shortcuts

Share

Category