06/06/2026
મારે સમાજની અંદર કોઈ જગ્યા જોતી નથી કે મારે સમાજની અંદર કોઈ પદ જોતું નથી મારે સમાજનું પ્રમુખ બનવું નથી અને જો એવું લાગશે તો હું સમાજનો સભ્ય પણ નહિ બનું,
એમાં કોઈ માં મને કોઈ જાતનો રસ છે નહીં
પણ માત્ર મારા સમાજનું જે સમાજભવન છે એ તો વ્યવસ્થિત થવું જ જોઈએ અમારી દિલથી હૃદયથી લાગણી છે
તમે વીડિયોમાં જોયું કે સમાજ ભવનની હાલત કેટલી ખરાબ છે એમાં આપણા સમાજના દીકરાઓ રહે છે ઘેટા બકરાની જેમ અંદર ભર્યા છે, નથી સુવા માટે બેડ સરખા વ્યવસ્થિત,
નથી ગાદલા સરખા, નથી કંઈ કોઈ જાતની પ્રાથમિક સુવિધા,
નથી નાહવા માટેના નળ સારા,
નથી ટોયલેટ સારા,
નથી રસોડું સારું,
નથી રસોડાના વાસણ સારા,
છતાં પણ સમાજની આટલી હદે હાલત ખરાબ હોવા છતાં આ જાડી ચામડીના જે બધા બનીને બેસી ગયા છે સમાજના પ્રમુખો એના પેટનું પાણી હલતું નથી,
કાલ સવારે કંઈક અણબનાવ બને, ઉપરથી પોપડા જે પડે એમ છે એમાંથી પડે ને કોઈ દીકરાને લાગી ગયો તો એની કોણ જવાબદારી લેશે...??
સમાજના પ્રમુખ જવાબદારી લે છે કે દીકરાઓને કંઈ નહીં થાય...??
સમાજના પ્રમુખે કીધું હતું કે સમાજ પાસે ૧૦૦ કરોડની સંપત્તિ છે, તો ૧૦૦ કરોડની સંપત્તિ હોવા છતાં સમાજ પાસે એટલા રૂપિયા નથી કે સમાજના ભવનનું વ્યવસ્થિત રીતે પ્લાસ્ટર કરી શકીએ...??
જામનગર જામનગર રાજપૂત સમાજ માટે ખાવા પીવા માટે આ એક જ જગ્યા છે એને તમે સમાજ ભવન ગણો કે એને તમે કુમાર છાત્રાલય ગણો કે એને તમે સામાજિક કાર્ય માટેની જગ્યા ગણો કે જે ગણો એ ખાવા પીવા એક છે અને એની આવી દુર્દશા છે....
આ જોઈને મારું હૃદય.....
એમ થાય છે કે શું કેવું મારે આ લોકોને
તમે જો આટલું ન કરી શકતા હોય તો આટલા આટલા વર્ષોથી પ્રમુખ બનીને શું કરવા બેઠા છો...??
તમારાથી ન થતું હોય તો બીજા કોઇક ને આપી દયો ને
દોરી હાથમાં પકડી ને તમારે શું કરવું છે
ન થતું હોય તો ના પાડી દો કે અમારાથી નથી થતું ખોટું બળ શું કામ કરો છો...??
સમાજને સોશિયલ મીડિયામાં ચડાવવા માટે હું ક્યારેય રાજી ના થાવ
આવી મારે ક્યારેય મનસા નથી
હું ઘણા ટાઈમથી સમાજ ની દુર્દશા જોઉં છું પણ આવો વિડીયો બનાવીને મૂકવાની જરા પણ ઈચ્છા નહોતી,
પણ આ લોકો સમજતા જ નથી કેટલીય વાર મેં મિટિંગમાં એને રિક્વેસ્ટ કરી કે આ સુધારો તો એના પેટનું પાણી પણ હલતું નથી,
આખા સમાજને ખબર પડે કે હું વિરોધ શું કરવા કરું છું
સમાજમાં ઘણાને એમ થતું હશે કે આને રાજકીય લાભ હશે એટલે વિરોધ કરે છે
નવએવું કોઈ જાતનું છે નહીં.
મને માતાજી એ ઘણું આપ્યું છે, મારે આમાં કંઈ જોતું નથી,
પણ સમાજનું ભવન જોઈને મને શરમ આવે છે એટલે હું વિરોધ કરું છું
અને મારો વિરોધ અને માગણી એટલી જ છે કે સમાજની અંદર પ્રમુખ તરીકે બિન રાજકીય વ્યક્તિ આવે
સમાજમાં પ્રમુખ પદ માટે ચૂંટણી થાય અને સમાજભવન નું તેમજ સમાજની જેટલી જેટલી જામનગર ની અંદર જગ્યા છે એ બધી જગ્યાનું એનાઉન્સ થાય અને વ્યવસ્થિત રીતે જગ્યા સમાજને કામ આવે એ રીતે એનું ડેવલપમેન્ટ થાય આવી મારી ઈચ્છા છે
અને આના માટે હું વિરોધ કરું છું
એના માટે મારે સમાજના દરેક નાના મોટા વ્યક્તિઓનો સપોર્ટ જોઈએ છે
તમારા બધા ના સપોર્ટ વગર આ લોકો મને એકલાને જવાબ નહીં આપે એની મને ખાતરી છે
માટે પ્લીઝ સમાજ ભેગો થઈ અને આનો યોગ્ય નિર્ણય લાવો
હમ લડેંગે સમાજ કે ગદ્દારો સે સમાજ કે દુશ્મનો સે
જય માતાજી
ઋષિરાજસિંહ ડી જાડેજા (મોડા)