Unique Cards

Unique Cards Unique cards (Wedding cards specialist)
Mahatma Gandhi chowk, Junagadh 362001
Ph. 02852620438, 02852620359, 09426342850, 09426420438.

WEDDING CARDS SPECIALIST
FOR ALL TYPES OF EXCLUSIVE INVITATION & WEDDING CARDS AVAILABLE AT REASONABLE RATES

01/04/2021
*"દેશ મારો"*ત્રેવડ તમારી હોય તો મારા દેશને તોડી જોવો,દૂધ માં નું  પીધું હોય તો ભારતને તોડી જોવો,હજારો લાખો અને કરોડો આવ્...
26/01/2021

*"દેશ મારો"*

ત્રેવડ તમારી હોય તો મારા દેશને તોડી જોવો,
દૂધ માં નું પીધું હોય તો ભારતને તોડી જોવો,

હજારો લાખો અને કરોડો આવ્યા અને ગયા,
જાત દુશ્મનની હોય તો હિન્દુસ્તાનને તોડી જોવો,

ડગલેને પગલે મળે છે ભારતના ટુકડા કરવા વાળો,
ક્યારેક તો આપણાં દેશને એક સાથે જોડી જોવો,

અમેરિકા ,કેનેડા, બ્રિટનના સપના બધા જોવે છે,
ભારત દેશને ક્યારેક પોતાનો માની તો જોવો,

ગણતંત્ર દિવસ ની હાર્દિક શુભકામના.
🇮🇳🇮🇳🇮🇳🇮🇳

20/12/2020
2021 જાન્યુઆરી 15 ની કંકોત્રીમાં નો ટહુકો:-રસી મુકાવી દીધી હોય તો માલા કાકાના લદનમાં જલુલ જલુલ પધારજો..😃😃😃😃
10/12/2020

2021 જાન્યુઆરી 15 ની કંકોત્રીમાં નો ટહુકો:-
રસી મુકાવી દીધી હોય તો માલા કાકાના લદનમાં જલુલ જલુલ પધારજો..😃😃😃😃

ગજલ ને ધ્યાનથી અને વિચારી વાંચો.  દિલ   પૂછે   છે   મારું ,અરે   દોસ્ત   તું   ક્યાં   જાય   છે ?જરાક   તો   નજર   નાખ  ...
02/12/2020

ગજલ ને ધ્યાનથી અને વિચારી વાંચો.

દિલ પૂછે છે મારું ,
અરે દોસ્ત તું ક્યાં જાય છે ?

જરાક તો નજર નાખ સામે
કબર દેખાય છે .

ના વ્યવહાર સચવાય છે ,
ના તહેવાર સચવાય છે ;

દિવાળી હોય ક હોળી બધુ
ઓફિસ માં જ ઉજવાય છે .

આ બધુ તો ઠીક હતું પણ હદ તો ત્યાં થાય છે ;

લગ્નની મળે કંકોત્રી
ત્યાં સીમંતમાં માંડ જવાય છે .

દિલ પૂછે છે મારુ , અરે દોસ્ત તું ક્યાં જાય છે ?

પાંચ આંકડા ના પગાર છે ,

પણ પોતાના માટે પાંચ
મિનિટ પણ ક્યાં વપરાય છે .

પત્નીનો ફૉન
૨ મિનીટ
માં કાપીયે પણ કસ્ટમર
નો કોલ ક્યાં કપાય છે .

ફોનબુક ભરી છે મીત્રોથી પણ કોઈનાય ઘરે ક્યાં જવાય છે ,

હવે તો ઘરના પ્રસંગો પણ
હાફ – ડેમાં ઉજવાય છે .

દિલ પૂછે છે મારુ , અરે
દોસ્ત તું ક્યાં જાય છે ?

કોઈ ને ખબર નથી આ રસ્તો
ક્યાં જાય છે ;

થાકેલા છે બધા છતા ,
લોકો ચાલતા જ જાય છે .

કોઈક ને સામે રૂપિયા તો
કોઈક ને ડોલર દેખાય છે ,

તમેજ કહો મિત્રો શું
આનેજ જિંદગી કહેવાય છે ?

દિલ પૂછે છે મારુ , અરે
દોસ્ત તું ક્યાં જાય છે ?

બદલાતા આ પ્રવાહમા
આપણા સંસ્કાર ધોવાય છે ,

આવનારી પેઢી પૂછસે
સંસ્કૃતી કોને કહેવાય છે ?

ઍક વાર તો દિલને સાંભળો ,
બાકી મનતો કાયમ મુંજાય છે .

ચાલો જલ્દી નિર્ણય લૈયે
મને હજુ સમય બાકી દેખાય છે .

દિલ પૂછે છે મારુ , અરે
દોસ્ત તું ક્યાં જાય છે ?

જરાક તો નજર નાખ , સામે કબર દેખાય છે...

તમારો મિત્ર........

લગનનો શેર ઊંધા માથે. 200 એ ખુલ્યો ને 100 ઉપર બંધ. સીધો 100 પોઇન્ટ નો કડાકો.50 સુધી જાવાની શક્યતા.😂😂
26/11/2020

લગનનો શેર ઊંધા માથે.
200 એ ખુલ્યો ને 100 ઉપર બંધ. સીધો 100 પોઇન્ટ નો કડાકો.
50 સુધી જાવાની શક્યતા.😂😂

24/11/2020

We Request all our valued customers, friends and family members to rate our service on given link. Thanks in advance.
https://g.page/unique-cards-/review?gm

Post a review to our profile on Google

Happy new year wishes from UNIQUE CARDS & FAMILY.
14/11/2020

Happy new year wishes from UNIQUE CARDS & FAMILY.

Wishes for HAPPY DIPAWALI from UNIQUE CARDS & Family.
13/11/2020

Wishes for HAPPY DIPAWALI from UNIQUE CARDS & Family.

Happy Dhanteras to all from Unique cards family.
12/11/2020

Happy Dhanteras to all from Unique cards family.

સર્વે મિત્રો, ગ્રાહકો, સગા ને સબંધી ઓ ને નવરાત્રી ની હાર્દિક શુભકામનાઓ....... યુનિક પરિવાર.
17/10/2020

સર્વે મિત્રો, ગ્રાહકો, સગા ને સબંધી ઓ ને નવરાત્રી ની હાર્દિક શુભકામનાઓ....... યુનિક પરિવાર.

21/09/2020

“કંકોત્રીથી એટલુ પુરવાર થાય છે,
નિષ્ફળ બને જો પ્રેમ તો વ્યવહાર થાય છે”
“કંકોત્રી"
-------------------------------------------------
મારી એ કલ્પના હતી, વીસરી મને,
કિન્તુ એ માત્ર ભ્રમ હતો થૈ ખાતરી મને,
ભૂલી વફાની રીત, ન ભૂલી જરી મને,
લ્યો એના લગ્નની મળી કંકોતરી મને !
સુંદર ના કેમ હોય, કે સુંદર પ્રસંગ છે,
કંકોતરીમાં રૂપ છે, શોભા છે, રંગ છે !
કાગળનો એનો રંગ છે ખીલતા ગુલાબ સમ,
જાણે ગુલાબી એના વદનના જવાબ સમ,
રંગીનીઓ છે એમાં ઘણી ફૂલછાબ સમ,
જાણે કે પ્રેમ-કાવ્યોની કોઇ કિતાબ સમ !
જાણું છું એના અક્ષરો વર્ષોના સાથથી,
સરનામું મારૂ કીધું છે ખુદ એના હાથથી.
છે એને ખાતરી કે હું આવું નહીં કદી,
મારી ઉપર સભાને હસાવું નહીં કદી,
દીધેલ કૉલ યાદ અપાવું નહીં કદી,
મુજ હાજરીથી એને લજાવું નહીં કદી,
દુઃખ છે હજાર, તો ય હજી એ જ ટેક છે,
કંકોતરી નથી, આ અમસ્તો વિવેક છે !
કંકોતરીથી એટલું પુરવાર થાય છે,
નિષ્ફળ બને છે પ્રેમ તો વે’વાર થાય છે-
જ્યારે ઉઘાડી રીતે ન કંઈ પ્યાર થાય છે,
ત્યારે પ્રસંગ જોઈ સદાચાર થાય છે.
ગંભીર છે આ વાત કોઈ મશ્કરી નથી,
તકદીરનું લખાણ છે, કંકોતરી નથી !
કાગળનો એક કટકો છે જોવામાં એમ તો,
ભરપૂર છે એ પ્રેમની ભાષામાં એમ તો,
સુંદર, સળંગ રમ્ય છે શોભામાં એમ તો,
છે ફૂલસમ એ હલકો લિફાફામાં એમ તો,
કોમળ વદનમાં એના, ભલે છે હજાર રૂપ,
મારા જીવન ઉપર તો બરાબર છે ભારરૂપ !
એને ભલેને પ્રેમથી જોયા નહીં કરું,
વાચન કરીને દિલ મહીં ચીરા નહીં કરું,
સંયમમાં હું રહીશ, બળાપા નહીં કરું,
આવેશમાં એ ‘ફૂલ’ ના કટકા નહીં કરું.
આ આખરી ઇજન છે હૃદયની સલામ દઉં,
‘લીલા’ના પ્રેમ-પત્રમાં એને મુકામ દઉં.
દઉ
‘આસિમ’ ! હવે એ વાત ગઈ, રંગ પણ ગયો,
તાપી તટે થતો જે હતો સંગ પણ ગયો,
આંખોની છેડછાડ ગઈ વ્યંગ પણ ગયો,
મેળાપની એ રીત ગઈ ઢંગ પણ ગયો.
હું દિલની લાગણીથી હજી પણ સતેજ છું,
એ પારકી બની જશે, હું એનો એ જ છું !
-આસિમ રાંદેરી

Address

Unique CARDS
Junagad
362001

Opening Hours

Monday 9am - 1pm
3:30pm - 8pm
Tuesday 9am - 1pm
3:30pm - 8pm
Wednesday 9am - 1pm
3:30pm - 8pm
Thursday 9am - 1pm
3:30pm - 8pm
Friday 9am - 1pm
3:30pm - 8pm
Saturday 9am - 1pm
3:30pm - 8pm

Telephone

02852620438

Alerts

Be the first to know and let us send you an email when Unique Cards posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Unique Cards:

Share