17/11/2025
ગુજરાતી ફિલ્મ 'લાલો: કૃષ્ણ સદા સહાયતે' રિલીઝના છઠ્ઠા સપ્તાહમાં પણ શાનદાર પ્રદર્શન કરી રહી છે. 36માં દિવસે ₹3.25 કરોડ અને 37માં દિવસે ₹4 કરોડથી વધુની કમાણી કરી ફિલ્મે ₹50 કરોડનો આંકડો પાર કરી લીધો છે.
અંકિત સખિયા દિગ્દર્શિત આ ફિલ્મે 'ચાલ જીવી લઈએ' બાદ ₹50 કરોડનો આંકડો પાર કરનારી બીજી ગુજરાતી ફિલ્મ બનીને ઇતિહાસ રચ્યો છે અને ટૂંક સમયમાં સૌથી વધુ કમાણી કરનારી ગુજરાતી ફિલ્મ બનવાની અપેક્ષા છે.