03/01/2021
👌👌 *એક અદભુત ગૌરવ ભરી બાબત કોપરસિટી મર્ચન્ટ એસોસિએશન ,વિસનગર માટે*
◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆
*વિસનગર કોપરસિટી મર્ચન્ટ એસોસિએશન વિસનગર ને ગાંધીનગર FIA Gujarat તરફ થી આમંત્રણ મળ્યું.ચાર પ્રતિનિધિ ને જવાના એન્ટ્રી ટિકિટ મળેલ હતી.આ કાર્યક્રમ બે દિવસ તારીખ 1 શનિવાર અને તારીખ 2 રવિવાર એમ બે દિવસ ની શિબિર હતી .જેમાં માનનીય મુખ્ય મંત્રી શ્રી રૂપાણી સાહેબ અને કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માડવીયા આ વેપારી અગ્રણીઓ ને સંબોધવાના હતા.જેમાં કોપરસિટી મર્ચન્ટ એસોસિએશન,વિસનગર ની પસંદગી કરવામાં આવી હતી.ગુજરાત માં થી વિવિધ અગ્રણી વેપારી મંડળો પૈકી ફક્ત 75 જેટલા જ પસંદ કરી આમંત્રણ આપેલ હતું.જેમાં કોપરસિટી મર્ચન્ટ એસોસિએશન ,વિસનગર ને આમંત્રણ મળેલ હતું. જે એક શક્તિશાળી મંડળ તરીકે ની આપણા સૌ ની પ્રતિષ્ઠિત પ્રતિભા બહાર આવી છે .જે આપ સૌ ના માટે ગૌરવ રૂપ છે.*
*કોપરસીટી મર્ચન્ટ એસોસિએશન વતી કેવડિયા કોલોની ખાતે શિબિર માં કોપરસીટી વેપારી મંડળ ના પ્રતિનિધિ તરીકે ભરતભાઇ બી પટેલ, (એબી ફાયનાન્સ ,ખજાનચી શ્રી )અને અંજયભાઈ પટેલ (વાઇસ ચેરમેન વીમા પ્રોજેકટ કોપરસિટી), કનૈયાલાલ પટેલ(-મંત્રી કોપરસિટી - પ્રમુખ નોવેલ્ટી એસોસુએશન) અને બાબુભાઈ કે પ્રજાપતિ, (મંત્રી કોપરસિટી- પૂર્વ પ્રમુખ સ્ટુડિયો એસોસિએશન) એ એમ ચાર મેમ્બર એ હાજરી આપી કોપરસીટી નું પ્રતિનિધિત્વ કેવડિયા ખાતે કરેલ છે.કોપરસિટી મર્ચન્ટ એસોસિએશન નું પેરેન્ટ્સ ગ્રુપ કોપરસિટી વેલફેર એસોસિએશન ગુજરાત માં જુદાજુદા ઘણી બધી જગ્યાએ નોંધણી ધરાવતું અને 65 થી વધુ રજીસ્ટ્રેડ મંડળ સભ્યો ધરાવતું મંડળ છે.જે ખુબજ સારી સમાજ સેવા સાથે વેપારી સંગઠન ની પ્રવૃત્તિ કરી રહ્યું છે.કેવડિયા ખાતે કોપર સીટી ના પ્રતિનિધિ ઓ એ જે હાજરી આપી તેની અને અન્ય સમય માં કેવડિયા દર્શન કર્યા તેની ઝલક ના ફોટા નીચે આપેલા છે*